મહિલા કોંગ્રેસે મોદી સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યુ છે.અનામત મામલે મહિલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે ઓનલાઇન અભિયાન શરૂ કર્યુ છે.અા ઓનલાઈન અભિયાન હેશટેગ # #ModiStallsWomen નામથી મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ થયુ છે.
ભારતીય મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના પ્રમુખ ચિત્રા સરવરાએ જણાવ્યું હતું કે,અમે સત્તાધારી સરકારને અનામત સ્વીકારવા અને સંબંધિત બિલ રજૂ કરવા માટે ફરજ પાડીશુ.
તમને જણાવીએ કે મહિલા કૉંગ્રેસે મે 2017 માં હેશટેગ #WomenFor33 અભિયાનનો પ્રારંભ કર્યો છે. તેના અંતર્ગત અનામત બિલ માટે 32 લાખ હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા.ત્યારબાદ 17 મી સપ્ટેમ્બરના રોજ તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી હતી.તેમણે કહ્યું હતું કે મહિલા અનામત બિલ માટે કોંગ્રેસ સરકારને સમર્થન અાપશે.
ભાજપે 2014 ના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે મહિલાઓને સશક્ત બનાવવા માટે 33 ટકા અનામત અાપશે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં બહુમત હોવા છતા હજુ સુધી અનામત બિલ પાસ થયું નથી. મહિલા કોંગ્રેસ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર દબાણ કરવા માટે દેશભરમાં વારંવાર કાર્યક્રમ કરવાની યોજના બનાવી રહી છે.