કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા કાનૂનને બદલવાની તૈયારીમાં છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પણ મોદી સરકારે આ બિલ ઉપર આગળ વધવા માટે મક્કમતા દર્શાવી છે. કોંગ્રેસ, ટીએમસી સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ આ બિલનો વિરોધ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બિલને પાસ કરાવવા માટે પોતાના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યું છે.
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેના પર અધીર રંજન ચૌધરીએ વિરોધ નોંધાવ્યો હતો. અને કહ્યું હતું કે, આ બિલ દેશનાં અલ્પસંખ્કોની વિરુદ્ધમાં છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, આ બિલ રજૂ થતાં સંવિધાનનાં આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે
- જે બાદ અમિત શાહે જવાબ આપતાં કહ્યું કે, આ બિલ ક્યાંય પણ આ દેશનાં અલ્પસંખ્યકોની વિરુદ્ધ નથી. આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, હું આ બિલ ઉપરનાં તમામ પ્રશ્નોનાં જવાબ આપીશ. ત્યાં સુધી ગૃહમાંથી વોકઆઉટ ન કરતાં.