નાગરિકતા સંશોધન બિલ પર દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્યસભાના સાંસદ અને બંગાળના ભાજપના નેતાએ એક ખૌફનાક કહાની લોકોને બચાવી છે. રૂપા ગાંગુલીએ જણાવ્યું છે કે, દિનાજપુર જિલ્લામાં 7મા ધોરણમાં ભણતી હતી. એ સમયે તેમને અને તેમની માએ બુરખો પહેરીને ભાગવું પડ્યું હતું. કેટલાક લોકો તેમનું અપહરણ કરવા માટે આવ્યા હતા. જો તે સમયે તેમણે બુરખો ન પહેર્યો હોત તો આજે કોઈ ખાન ટાઈગરની બેગમ હોત. રૂપા ગાંગુલીએ ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા ભાષણના જવાબમાં ટ્વીટ કરી છે કે કાશ હું મારી આપવીતી લોકોને કહી શકી હોત કે મેં શું શું ભોગવ્યું છે જિંદગીમાં. આજે નરેન્દ્ર મોદી અને તમને અમિત શાહ ઘણા લોકોના આશીર્વાદ મળશે.
રાજ્યસભાના સાંસદે કહ્યું છે કે, અમે ક્યાં જઈએ , જો ભારત અમને જગ્યા ન આપે તો, અમે કેટલીવાર બેઘર થઈશું. મારા પિતાને તેમના જ દેશમાં ક્યારેક નારાયણ ગંજ, ક્યારેક ઢાકા તો કયારેક દિનાજપુરમાં રહેવું પડ્યું છે. અમે વારંવાર જીવ બચાવવા માટે ઘર બદલ્યા છે. અમારે ક્યાં સુધી એક શરણાર્થીની જેમ જીવન જીવવું પડશે. નાગરિકતા સંશોધન બિલ 2019 માટે ધન્યવાદ. ભાજપ નેતાએ બળાપો ઠાલતાં જણાવ્યું છે કે, આ મામલે વિપક્ષ હસી રહ્યું છે દરેક ટિપ્પણી મજાક બની રહી છે. રાજ્યસભામાંથી બિલને મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ આપણા દેશની દયા અને ભાઇચારા માટે ઐતિહાસિક દિવસ છે. મને એ વાતની ખુશી છે કે રાજ્યસભામાં બિલ પસાર થઇ ગયું છે. હું બિલના પક્ષમાં મત આપનારા સાંસદોનો આભારી છું. આ બિલ એ લોકોની પીડા દૂર કરશે કે જે વર્ષોથી યાતના ભોગવી રહ્યા છે.