મહારાષ્ટ્રની રાજનીતિમાં એક રાતમાં જ બાજી પલટાઈ જતાં દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બની ગયા છે. દેવેન્દ્ર ફડણવીસે સીએમ બન્યા બાદ મુંબઈ સ્થિત બીજેપી ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ દેવેન્દ્ર ફડણવીસનું જોરદાર સ્વાગત કર્યું હતું.
એનસીપીના અજિત પવારનાં સમર્થનથી સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સાંજે મુંબઈ સ્થિત ભાજપની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ સહિત અનેક મોટાં નેતાઓ હાજર હતા. મહારાષ્ટ્રમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધતાં ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમે સ્થિર સરકાર આપીશું. અને આ સાથે તેઓએ અજીત પવારનો આભાર માન્યો હતો. અને સાથે કહ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ.
શનિવારે સવારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. જ્યારે સવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદનાં શપથ લીધા હતા. અને ડેપ્યુટી સીએમ તરીકે અજિત પવારે શપથ લીધા હતા. જે બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસ, શિવસેના અને એનસીપીને કાંઈ સમજાઈ રહ્યું ન હતું કે આ શું થઈ ગયું. જો કે હવે વિધાનસભામાં વાત બહુમત સાબિત કરવા પર લોકોની નજર છે.
Maharashtra CM Devendra Fadnavis in Mumbai: We will provide a stable government. Modi hai toh mumkin hai!! pic.twitter.com/vpIWe7fl6h
— ANI (@ANI) November 23, 2019