ઉત્તરપ્રદેશના ઉનાવા જિલ્લાના ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કાસગંજ હિંસામા કોંગ્રેસનો હાથ હોવાનો અાક્ષેપ કર્યો છે. સાક્ષી મહારાજે કહ્યુ કે ભારતમાતાની જય બોલનાર અાવુ કૃત્ય ન કરી શકે અાવુ કામતો ફક્ત કોંગ્રેસ જ કરી શકે. કોંગ્રેસે ષડયંત્ર રચી અાટલી મોટી હિંસા ભડકાવી છે.
સાક્ષી મહારાજે કહ્યુ કે જ્યારથી સત્તામા ભાજપ અાવ્યુ છે કોંગ્રેસના હોસ ઉડી ગયા છે. કોંગ્રેસ કોઈને કોઈ ગતકડા કરી ભાજપને બદનામ કરે છે.
2014મા સાક્ષી મહારાજે અેક વિવાદિત નિવેદન અાપ્યુ હતુ તેમણે કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે મારા અાદર્શ છે. અા નિવેદન પર ખુબજ વિવાદ થયો હતો. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સાક્ષી મહારાજને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.