કેન્દ્ર સરકાર દ્વારા GST લાગુ કરવાના વિરોધમાં સુરતમાં મોટાપાયા પર ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ આંદોલન કરી ભાજપ ઉપરાંત સાંસદ સીઆર પાટીલ વિરુદ્વ દેખાવ કર્યા હતો. લોકસભાની ચૂંટણી આવતા વેપારીઓમાં ફેરફા જોવા મળ્યો અને નવસારીના સાંસદ સીઆર પાટીલની સિક્કાથી તુલા કરવામાં આવી હતી.
GST લાગુ કરવામાં આવ્યા બાદ સુરતની કાપડ માર્કેટના વેપારીઓએ ભાજપ સામે જંગ માંડ્યો હતો અને આ જંગ હજુ પણ ક્યાંકને ક્યાંક વિરોદ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા અને નવસારીના સાંસદ સીઆર પાટીલની વિરુદ્વમાં દેખાવ કરનારા વેપારીઓએ 20 મહિના બાદ આંદોલનમાં વિરોધ કરવાની ભરપાઈ કરતા હોય તેમ સાંસદ સીઆર પાટીલનું સન્માન કર્યું હતું. 20 મહિના બાદ કાપડ માર્કેટમાં ભાજપ તરફી પવન જોવા મળ્યો છે.
માત્ર બે કલાકમાં 42 કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા સીઆર પાટીલની બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા સાથે તુલા કરવામાં આવી હતી. સાંસદ પાટીલના વજન બરાબર સિક્કાની તૂલા કરવામાં આવી હતી અને આ અંગેનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો. નવસારી લોકસભા માટે સીઆર પાટીલ ત્રીજી વાર ભાજપના ઉમેદવાર બન્યા છે. વેપારીઓ સીઆર પાટીલને જીતાડવા માટે પ્રચાર સહિતની કામગીરી કરવાનું પણ જણાવ્યું હતું. આમ સુરતની કાપડ માર્કેટમાં સીઆર પાટીલની તરફે વાતાવરણ જોવા મળ્યું હતું.