ધરમપુમની જાહેર સભામા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંબોધન કર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ લોકોના સુખ દુઃખમાં સહયોગ કરે છે, ઈન્દિરા ગાંધી આવ્યા અને આ વિસ્તારના લોકોએ સહયોગ આપ્યો, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને પણ તાકાત સાથે સહયોગ કર્યો, આજે રાહુલ ગાંધીને પણ સહયોગ આપવાનો સમય આવી ગયો છે.
જાહેરસભામાં પહોંચતાંની સાથે જ રાહુલ ગાંધીને ઉપસ્થિત કાર્યકરે ભાવુક થઈ ચૂંબન કરતા અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે રાહુલ ગાંધીને આજની જનમેદની 2019માં પ્રધાનમંત્રી બનાવશે, રિમોટ કંટ્રોલથી આજની સરકાર ચાલે છે, ઉદ્યોગપતિને લાભ થાય તેવા કાયદા બનાવ્યા છે. ગુજરાત સરકારથી તમામ વર્ગના લોકો નારાજ છે. ભાજપ પ્રત્યે લોકોમાં રોષ છે.
સભામાં ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવીતે ભાજપના નેતાઓ માટે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને અપશબ્દ બોલ્યા હતા. મંગળ ગાવિતે અપશબ્દો કહેતા સભામાં બધા ચોંકી ગયા હતા. અન્ય નેતાઓએ તેમને ટકોર પણ કરી હતી.