કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 હટાવામાં આવી છે કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની સરકારના મંત્રીઓ આડેધડ ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે, તો સામે ભારત પણ કંઇ ચુપ બેઠું નથી. એકેએક પ્રહારનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આપણા વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા તાજેતરમાં કાશ્મીરના મુદ્દા પર ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં લખેલા એક લેખનો જવાબ આપ્યો હતો. આ લેખમાં ઇમરાન ખાને લખ્યું હતું કે વાતચીત તાત્કાલિક થવી જોઇએ, કારણ કે દક્ષિણ એશિયા પર પરમાણુ હુમલાનો ખતરો મંડરાયેલો છે.
આપણા વિદેશમંત્રી એ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યો છે અને જ્યાં સુધી તેની નાણાંકીય મદદ તથા આતંકી ગ્રૂપોની ભરતી રોકવામાં આવશે નહીં ત્યાં સુધી લાગતુ નથી કે તેમની સાથે વાતચીતની કોઇ ગુંજાઇશ હોય.
આપણા વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે કાશ્મીરનો ખાસ દરજ્જો ખત્મ કરવામાં કોઇ હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા છે તેનાથી બિન મુસ્લિમોને ત્યાં સંપત્તિ ખરીદવાની મંજૂરી મળી શકે અને મુસ્લિમ વસતીને નજરઅંદાજ કરાશે. તો એ લોકોને પણ કહેવાનું કે તેઓ ભારતને ઓળખતા નથી. શું આ ભારતીય સંસ્કૃતિ સાથે મેળ બેસે છે?