મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ EVMની વિશ્વસનીયતા અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો અને શંકાઓને લઈ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અલગ અલગ રાજકીય પાર્ટીઓની માંગને સંપૂર્ણ રીતે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ બેલેટ પેપરના યુગમાં પાછો ફરશે નહીં. સુનીલ અરોરાએ ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવાના ઈન્ટરનેશનલ સંગોષ્ઠિને સંબોધિત કરતા કહ્યું કે ચૂંટણી પંચ કોઈ પણ રીતે બેલેટ પેપરના યુગમાં ફરી પાછો નહીં ફરે.
EVMને ટેક્નિકલ ગરબડથી બચાવવાના ઉપયોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે EVMને બે કંપનીએ આધુનિક પદ્વતિએ તૈયાર કર્યા છે અને સંપૂર્ણ રીતે EVM સલમાત છે.
EVMના બદલે બેલેટ પેપરની માંગ કરતી પાર્ટીઓના નામ લીધા વિના તેમણે કહ્યું કે શા માટે EVMને ફૂટબોલ બનાવવામાં આવી રહ્યું છે અને EVM પર દોષારોપાણ કેમ કરવામાં આવી રહ્યું છે. આજના સંમેલનમાં હાજર લોકોએ નિર્ણય કરવાનો છે કે EVMનો ઉપયોગ યોગ્ય છે કે અયોગ્ય છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે EVMથી વોટીંગ કરવાનો નિર્ણય મારા એકલાનો નથી પણ સમગ્ર પંચનો છે. બેલેટ પેપરના યુગમાં ફરવાની કોઈ જરૂર નથી. બેલેટ પેપરને બાહુબલિ નેતાઓ દ્વારા લૂંટી લેવામાં આવતા હતા. મતગણતરીમાં મોડું થતું હતું અને મતગણતરી કેન્દ્રોમાં કર્મચારીઓ પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેથી કરીને EVMની વર્તમાન વ્યવસ્થા જ કાયમ રહેશે.