વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ પોતાના મંત્રીપરિષદના સભ્યોને નિર્દેશ આપ્યો કે તેઓ એવા દાવા કરે જે પૂરા થઇ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓની નિમણૂક ના કરે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરતાં મોદીએ મીડિયા અને જાહેરમાં બિનજરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ માત્ર તથ્યોને બતાવે કે એવા દાવાઓ કરે જે સ્થાપિત થઇ શકે. મંત્રીપરિષદની બેઠકમાં જમ્મુ-કાશ્મીરીની સ્થિતિ પર પણ ચર્ચા થઇ. પ્રધાનમંત્રીએ મંત્રીઓને જમ્મુ-કાશ્મીર માટે યોજનાઓ અને પ્રોજેક્ટો પર કામ કરવાનું કહ્યું. સૂત્રોના મતે આવનારા થોડાંક દિવસોમાં જમ્મુ-કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે.
વડાપ્રધાને મંત્રીઓને એમ પણ કહ્યું કે તેઓ પોતાના સંબંધિત મંત્રાલયોમાં કે વિભાગોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધોઓની નિમણૂક ના કરે. શાસનની ‘ગતિ’ અને ‘દિશા’માં સુધારા કરવા માટે મોદીએ કહ્યું કે કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની વચ્ચે શ્રેષ્ઠ સમન્વય થવો જોઇએ. તેમણે મંત્રીઓને કહ્યું કે તેમનો સંવાદ પોતાના મંત્રાલયોના સચિવો જેવાકે ટોચના અધિકારીઓ સુધી સીમિત હોવો જોઇએ નહીં. તેમનો સંવાદ પદક્રમમાં અપેક્ષાકૃત નીચલા સ્તરના અધિકારીઓ જેવાકે સંયુકત સચિવો, નિર્દેશકો, ઉપ સચિવો સાથે પણ થવો જોઇએ જેથી કરીને આ અધિકારીઓને લાગે કે તેઓ પણ ટીમનો હિસ્સો છે.
સમય પર ઓફિસ ના પહોંચનાર મંત્રીઓને આપ્યો કડક સંદેશ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મંત્રીઓએ અધિકારીઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા જોઇએ. વડાપ્રધાને કહ્યું કે મંત્રીઓએ સવારે સાડા નવ વાગ્યે ઓફિસ પહોંચવું જોઇએ અને કેટલાંક મંત્રીઓને તેમના નિર્દેશ પર ધ્યાન આપવું જરૂરી છે અને તેમણે એમ કરવું જોઇએ. મોદીએ કહ્યું કે તેમણે કેટલીય વખત પોતાના કેબિનેટ સહયોગીઓને અનુશાસન, સમયની પાબંદી અને કામ કરવાની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં નેતૃત્વ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે ટોચના મંત્રી સમયની પાબંદી કરશે તો તેની સકારાત્મક અસર તેમના સંબંધિત મંત્રાલયોની રચનાત્મકતા અને દક્ષતા પર અને સમુચી સરકારના કામકાજ પર પણ પડશે.
‘જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે યોજનાઓ પર કામ કરે મંત્રી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના વિકાસ પર જોર આપતા બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીઓને ક્ષેત્ર માટે યોજનાઓ અને પ્રોજેક્ટો પર કામ કરવા માટે કહ્યું. મોદીએ તેની સાથે જ રાજ્યના એ અધિકારીઓ અને વિદ્યાર્થીઓની સાથે સંવાદ કાયમ કરવાનું પણ આહ્વાન કર્યું જે હાલના સમયમાં દેશના વિભિન્ન હિસ્સામાં રહે છે.
મંત્રીપરિષદની બેઠકમાં શાહે આપ્યું જમ્મુ-કાશ્મીર પર પ્રેઝન્ટેશન
સૂત્રોએ કહ્યું કે મોદીની અધ્યક્ષતામાં આયોજીત કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરની સ્થિતિ પર એક પ્રસ્તૃતિ આપી અને જમ્મુ-કાશ્મીરના ખાસ રાજ્યનો દરજ્જો આપનાર કલમ 370ની જોગવાઇઓને સમાપ્ત કરવાના પગલાં અંગે મોડા સુધી બોલ્યા. શાહે કહ્યું કે ઘાટીમાં સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઇ રહ્યો છે. ઘાટીમાં કેટલાંય સ્થળો પર સુરક્ષા અને સંચાર પ્રતિબંધો છે. તેમણે પ્રતિબંધોનો બચાવ કરતાં કહ્યું કે આ વ્યાપક હિત માટે છે. તેમણે સાથો સાથ એ વાત પર પણ જોર આપ્યું કે સંચાર અને લોકોની અવરજવર સંપૂર્ણ પ્રતિબંધ નથી.