રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂરજોશમાં જોવા મળી રહી છે. તમામ રાજ્કીય પક્ષોમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિ ચૂંટણી પહેલા નિર્માણ પામી છે. કેટલાક વખત નેતાઓ પોતાના પ્રવર્ચન આપતા સમય એટલા અતિઉત્સાહમાં આવી જતા હોય છે કે ભાંગરો વાટી નાંખે છે તેવી જ રીતે હાલ રાજકોટમાં ભાજપનો સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યો છે જેમાં જુદા-જુદા પાર્ટીમાંથી એકબાદ એક નેતાઓ,હોદ્દેદારો પણ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઇ રહ્યા છે.
રાજકોટમાંથી ગતરોજ કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો, નેતાઓએ રાજીનામા આપી ભાજપમાં સમલિપ્ત થયા છે તે દરમિયાન કોંગ્રેસના નેતાઓને ભાજપમાં આવકારવા વાહનવ્યહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, વિનોદ ચાવડા ભાજપ રાજકોટના નેતાઓ આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા તે દરમિયાન ભાજપના એક નેતા પ્રવર્ચન આપી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપસતા હાસ્યનો મોજું ફરી વળ્યુ છે ભાજપ નેતા પ્રવર્ચન આપી રહ્યા હતા કે જિલ્લા કોંગ્રેસ ઓ બી સી વિભાગના ચેરમેન સવજીભાઇ પરમારે ગતરોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ ત્યારે વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં બધાજ મહાનુંભવો અને ટેકેદારોની સાથે કોંગ્રેસ પ્રવેશ કરવાના છે તેઓની જીભ લપસતા બોલાી ગયા હતા જયારે તેમને ભાન આવતા શબ્દો પાછા ખેચી સુધાર્યા હતા જેને લઇ ઉહાપોહા મચી ગયો હતો અને કેટલાક નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.