બનાસકાંઠા લોકસભાના ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને કારણ દર્શખ નોટિસ આપી છે. તો ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કોંગ્રેસના 3 નેતાઓને ખોટા બોલા કહ્યાં હતા. તો તેમની સામે કોઈ પગલાં ભરાયા નથી. કલેકટર સંદીપ સાગલેએ સુઓમોટો દાખલ કરી નોટિસ ફટકારી છે.
માણસની 36 ઈંચની હોય છે. ગધેડાની 56 ઈંચની હોય છે એવું મેં કહ્યું હતું. 56 ઇંચની છાતી કોની હોય ગધેડાની હોય અને 100 ઇંચની છાતી પાડાની હોય પણ મોદી સાહેબના ભક્તો એમાં પણ તાળીઓ પાડે છે. એમ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પરથી ભટોળની જાહેર સભામાં બનાસકાંઠામાં જણાવ્યું હતું. પણ તેમણે મોદીનું ક્યાંય નામ લીધું ન હતું. એવું નહોતું કહ્યું કે મોદી ગધેડા છે.
ભાજપના નેતાઓ જ્યારે સભાને સંબોધન કરતા હોય છે ત્યારે 56 ઇંચની અને 100 ઇંચની છાતીના શબ્દને વારંવાર રીપીટ કરતા હોય છે, ત્યારે પરથી ભટોળનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ એક શબ્દને લઈને ટીપ્પણી કરી હતી.
બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સભાને સબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતુ અને નિવેદન કર્યું હતુ કે, કોંગ્રેસ સહીત આખા દેશને કાળુંનાણું બહાર લાવવાની વાત કરી હતી, કૌભાંડીઓને જેલમાં ધકેલવાની વાત કરી હતો. કાળું નાણું તમારા પાંચ વર્ષના શાસનમાં આવ્યું નથી. પરંતુ મારે તેમને સીધું પૂછવું છે કે, કાળુંનાણું બહારથી લાવવા કોણે એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.