એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા શિવસેનાના નેતા સંજય રાઉતના પરિવારની 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં અલીબાગ અને દાદરમાં બનેલા સંજય રાઉતની પત્નીના ફ્લેટનો પણ સમાવેશ થાય છે.EDએ આ કાર્યવાહી પત્ર ચાવલ જમીન કૌભાંડ કેસમાં કરવામાં આવી છે. મુંબઈમાં આ જમીન કૌભાંડમાં આશરે રૂ. 1,034 કરોડની ઉચાપતનો આરોપ છે.
શનિવારે કાર્યવાહી કરતા EDએ પ્રવીણ રાઉતની પ્રોપર્ટી પણ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. પ્રવીણ રાઉત ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર છે અને હાલમાં જેલમાં છે.એજન્સીએ મંગળવારે મુંબઈના દાદરમાં બનેલ વર્ષા રાઉતનો ફ્લેટ પણ એટેચ કર્યો છે. આ સાથે અલીબેગ વિસ્તારમાં વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરના સંયુક્ત ફ્લેટનો પણ કબજો લેવામાં આવ્યો હતો. વર્ષા રાઉત શિવસેના નેતા સંજય રાઉતની પત્ની છે.
તેમના પરિવાર પર EDની કાર્યવાહી પર સંજય રાઉતનું નિવેદન પણ સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું, ‘હું આ કાર્યવાહીથી ડરવાનો નથી. મારી સંપત્તિ જપ્ત કરો, મને ગોળી મારી દો કે જેલમાં મોકલો.સંજય રાઉત શિવસેનાના નેતા બાળાસાહેબ ઠાકરેના અનુયાયી અને શિવસૈનિક છે. હું લડીશ અને બધાને ખુલ્લા પાડીશ. હું શાંતિથી બેસી રહેવાનો નથી. તેમને તેમનું કામ કરવા દો. સત્ય બધાની સામે આવશે.
આ કેસમાં સંજય રાઉતના મિત્ર પ્રવીણ રાઉતની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ ગયા અઠવાડિયે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું હતું કે મિલકતની ખરીદીમાં ગુનાનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.