નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના ભૂતપૂર્વ રાજકીય સચિવ અહેમદ પટેલ પર પોતાની પકડ કડક કરી રહી છે. ઇડીની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી છે, જ્યાં સ્ટર્લિંગ-બાયોટેક કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એહમદ પટેલે કોરોના વાયરસ, તેની ઉંમર અને આરોગ્યને કારણે સર્જાયેલા સંજોગોને ટાંકીને પૂછપરછ માટે હાજર રહેવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સાંડેસરા કેસના મુખ્ય સાક્ષીએ ચેતન સાંડેસરા, અહેમદ પટેલ, તેનો પુત્ર ફૈઝલ પટેલ અને ઈરફાન સિદ્દીકી વચ્ચે સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો.
સાંડેસરા ગ્રુપના કર્મચારી સુનીલ યાદવે આક્ષેપ કર્યો છે કે ઇરફાન સિદ્દીકી, સાંડેસરા ગ્રુપના ડિરેક્ટર ચેતન સાંડેસરા સાથે નવી દિલ્હીની પુષ્પાંજલિ ફર્મમાં આવતા-જતા હતા. ચેતન સાંડેસરા પણ ઇરફાનના વસંત વિહારમાં આવેલા નિવાસસ્થાને જતા હતા. આક્ષેપો મુજબ ચેતન ઈરફાન સિદ્દીકીને મોટી માત્રમાં રોકડ રકમ આપતો હતો.