ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિની અટકળો ચાલી રહી છે ત્યારે ચીફ ઈલેક્શન કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી સમયસર જ કરવામાં આવશે. અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે ચૂંટણી નિર્ધારિત સમય પર જ કરવામાં આવશે.
ચીફ ઈલેક્શન કમિશનરે આગામી લોકસભા ચૂંટણીને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શીપૂર્ણ રીતે કરવાનું જણાવી કહ્યું કે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું સખત રીતે પાલન કરાવવામાં આવશે અને દરેક ફરીયાદ પર તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે પંચની સાથે રાજકીય પાર્ટીઓને જાતીય, સાંપ્રદાયિક ભાષણો પર પ્રતિબંધ મૂકવા, ચૂંટણી દરમિયાન કોન્દ્રીય દળોને તૈનાત કરવા, મતદારોની યાદીઓની ગરબડ અને સુધારણા, મતદાતાઓની યાદીને આધાર સાથે જોડવા અને ઈલેકટ્રોનિક વોટીંગ મશીનથી મતદાનની ગોપનીયતા સુનિશ્ચિત કરવા સહિતના અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આ હતી. ફરીયાદ કરનારનું નામ ગોપનીય રાખવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. સી-વિજિલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફરીયાદ નોંધાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ-26માં કરવામાં આવનારા સૌગંદનામામાં હવેથી ઉમેદવારોએ પત્ની, પતિ, આશ્રિત પુત્ર-પુત્રી અને અવિભાજિત હિન્દુ પરિવાર સહિતનું આવકવેરાનું આવકનું વિવરણ આપવાનું રહેશે. આ ઉપરાંત દેશ-વિદેશમાં રહેલી તમામ મિલ્કતો અગેં પણ માહિતી આપવાની રહેશે. આવકવેરા વિભાગ આ સંપત્તિઓની તપાસ કરશે અને જો તેમાં કોઈ ચૂક જણાશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.