પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારના રોજ એવું કર્યું કે તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું કયારેય કર્યું નથી. સીએમ મમતા અચાનક હાવડા બ્રીજ પાસેની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ગયા અને ત્યાંના રહેવાસીઓ સાથે વાતચીત કરી. ઘણા સમય સુધી મમતા ત્યાંની ઝૂંપડીઓમાં ફર્યા અને લોકોની સાથે વાતચીત કરી. આ દરમ્યાન તેમને ખબર પડી કે વોર્ડ નંબર 29મા ગોળ ટેન્ક પૂરનબસ્તીમાં રહેતા અંદાજે 400 લોકોના ઉપયોગ માટે અંદાજે બે શૌચાલયોની જ સુવિધા હતી.
મંત્રીને ખખડાવતા થોડીક વાર સન્નાટો છવાઇ ગયો…અને ત્યારે કોઇએ કહ્યું કે સ્થાનિક કોર્પોરેટર જુલાઇ 2017મા હત્યા સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. તેના પર મમતા પોતાના પ્રશ્ન પર અડગ રહ્યા અને તેમણે કહ્યું કે તો કોઇ કેસમાં કોર્પોરેટર જેલમાં છે, પરંતુ નગર પાલિકા છે અને આ એક પ્રશાસકના આધીન છે. તમે વોર્ડની દેખરેખ કેમ નથી કરી રહ્યા.
સીએમ મમતાએ ફિરહાદ હકીમને આગળ કહ્યું- હું તમને કહી રહી છું કે સાત દિવસમાં તમામ સ્લમ ક્ષેત્રોની મુલાકાત કરવી પડશે અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે. હાવડા નગર નિગમ એક પ્રશાસકના આધીન છે કારણ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં થનાર ચૂંટણી હજુ સુધી થઇ નથી.
મમતા બેનર્જીએ પોતાના નેતા પર પ્રહારો કરતાં કહ્યું કે 6 કે 8 ટોયલેટ બનાવામાં સમસ્યા શું છે. તેમણે કહ્યું કે 400 લોકો માટે બે ટોયલેટ…શું તમે કલ્પના કરી શકો છો? જો તમારા ઘરમાં આવી સ્થિતિ થાય તો શું થશે? જો સમસ્યાનું સમાધાન છે તો આપણે કેમ ના કરી શકાય? નગરપાલિકા એક પ્રશાસકના આધીન છે. કૃપ્યા તમારું કામ તુરંત શરૂ કરો.