વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં સંબોધેલી જાહેરસભાના મંચ પર અચાનક સંધ પ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરે હાજરી આપતા નવો વિવાદ શરૂ થઈ જવા પામ્યો છે. મોહન ડેલકરે શું ભાજપમાં જઈ રહ્યા છે કે? તેવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.
વડાપ્રધાન મોદી મંચ પર આવ્યા તેની થોડી મીનીટોમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકર અચાનક મંચ પર ફૂલમાળા લઈને દેખાયા હતા. એક વાત પાકી છે કે વડાપ્રધાનના મંચ પર જવા માટે અગાઉથી નિર્ધારિત કરાયેલા લોકોને જ જવા દેવામાં આવે છે અને તેમાંય વળી એસપીજી સુરક્ષામાંથી પસાર થવાનું હોય છે. મતલબ કે મોહન ડેલકરનું નામ અગાઉથી સ્વાગત કરનારાઓની યાદીમાં હોવાની શક્યતા છે અને તેમને અગાઉથી સભા સ્થળે પહોંચવાની એસપીજીએ અનુમતિ આપી દીધી હોવાનું સંભવી શકે છે.
મુલાકાત અંગે મોહન ડેલકરે મીડિયાને કહ્યું હતું કે મારા વિસ્તારમા વડાપ્રધાન આવ્યા હોય તો હું એમનું સ્વાગત કરવા ગયો હતો. ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે.