પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શુક્રવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ICUમાં સારવાર હેઠળ હતા.
આજે સવારે રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભટ્ટાચાર્યની તબિયતના ખબર પૂછવા હૉસ્પિટલમાં જઇ આવ્યાં હતાં. ગવર્નર જગદીપ ધનખડે પણ ભટ્ટાચાર્યની મુલાકાત લીધી હતી અને તેમની સાથે પંદર મિનિટ વાત કરી હતી.
ભટ્ટાચાર્યની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. ગઇ કાલે રાત્રે તેમને એક યુનિટ બ્લડ અપાયું હતું, તેમના લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. એના કારણે WBC કાઉન્ટ વધી ગયા હતા. જોકે, હવે તેમની તબિયત કાબુમાં આવી ગઇ છે અને શરીરમાં હવે ઓક્સિજનનું પ્રમાણ પણ સંતોષકારક છે.
ભટ્ટાચાર્યે ઘરે જવાની રજા માગી હતી પરંતુ ડૉક્ટરોએ તેમને હાલ ડિસ્ચાર્જ કરવાનો ઇનકાર કર્યો હતો.
ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમનાં ફેફસાંમાં ન્યુમોનિયાની કેટલી અસર થઇ છે એ જાણવા સીટી સ્કેન કરવું પડે એવું લાગે છે. એટલે હાલ તેમને ડિસ્ચાર્જ ઑર્ડર આપી શકાય તેમ નથી.