કર્ણાટકમાં આયારામ-ગયારામ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં હવે કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ-જેડીએસ દ્વારા શક્તિ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે ગઠબંધન સરકારને ટકાવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાનમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી માહિતી જાણવા મળી રહી છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ગઠબંધન સરકારના સિનિયર મંત્રીઓના રાજીનામાના વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બે ધારાસભ્યો દ્વારા પૂર્વ સીએમ સિદ્વરમૈયાને મર્સિડીઝ બેન્ઝ કાર ગિફટ આપવાનો મામલો પણ ગરમાયો છે.
કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો રમેશ જરકીહૌલી અને મહેશ કુમતલલીને પક્ષાંતર વિરોધી કાયદ હેઠળ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે. બન્ને ધારાસભ્યોએ કોંગ્રેસની ધારાસભ્યોની અધિકૃત મીટીંગમા ગેરહાજર રહી પાર્ટીના વ્હીપનો અનાદર કર્યો હોવાના કારણ સાથે બન્ને ધારાસભ્ય વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. આ ઉપરાંત ઉમેશ જાદવ અને બી.નાગેન્દ્ર વિરુદ્વ પણ કોંગ્રેસ કાર્યવાહી કરવામાં આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
ધારાસભ્ય ઉમશ જાધવે પત્ર લખીને કોંગ્રેસની સીએલપી મીટીંગમાં હાજર રહેવા અંગે કારણ આપ્યા હતા અને ગેરહાજર રહેવાનું જણાવ્યું હતું. કર્ણાટકના કેબિનેટ પ્રધાન ડીકે શિવાકુમારએ કહ્યું છે કે પક્ષના હિતમાં ઘણા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને તેઓ પોતે જ ગઠબંધન સરકારમાં પોતાનું પોતાનું રાજીનામું આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં મતભેદો દૂર કરવા માટે વરિષ્ઠ પ્રધાનોના રાજીનામાની પણ ચર્ચા કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં છાપવામાં આવેલી એક અહેવાલ અનુસાર સરકારમાં મચેલી ખેંચતાણ પાછળ સિદ્ધારમૈયાનો હાથ છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે પેદા થયેલા તણાવને કારણે આવું થઇ રહ્યું છે. સિદ્વરમૈયાને ધારાસભ્યો દ્વારા કાર ગિફટ આપવાના મામલે ડી.શિવકુમારે કહ્યું કે આ આક્ષેપો પાયાવિહોણા છે અને કોંગ્રેસ-જેડીએસ સરકારને તોડી પાડવાના ભાજપના કાવત્રારૂપ છે.
જયારે બીજી બાજુ ભાજપના ધારાસભ્ય હરિયાણામાં ગુરુ ગ્રામ નજીક ફાઈવ સ્ટાર હોટેલમાં લગભગ એક સપ્તાહ વીતાવ્યા પછી શનિવારે બેંગલુરુ પરત ફર્યા છે. રાજ્ય ભાજપના પ્રમુખ કેટલાક ભાગોમાં યેદીયુરપ્પાની સૂચના પર દુકાળની પરિસ્થિતિ જોતાં ધારાસભ્યો તેમના મતવિસ્તારમાંથી મુલાકાત લીધી હતી. તેમને કહ્યું કે અમે રાજ્યની મુલાકાત લઈશું અને દુષ્કાળની સ્થિતિનું વિશ્લેષણ કરીશું. અમે કોઈ પણ કિંમતે આ સરકારને અસ્થિર બનાવીશું નહીં. કોંગ્રેસ અને જેડીએસ ચિંતા કરશો નહીં