લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ભાજપને ટેન્શનમાં મૂકી દીધો છે. ગોવામાં કોંગ્રેસે સરકારે રચવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખી ભાજપના નેતૃત્વવાળી સરકારે બહુમતિ ગુમાવી હોવાનો દાવો કર્યો છે અને સરકારને ભંગ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે માંગ કરી છે કે ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે સરકાર રચવા માટે નિમંત્રણ આપવામાં આવે.
કોંગ્રેસે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગોવાને રાષ્ટ્રપતિ શાસન હેઠળ લાવવાની કોશીશ ગેરબંધારણી બની રહેશે અને જો તેમ કરવામાં આવશે તો તેને પડકારવામાં આવશે.
ગોવા વિધાનસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ ધારાસભાગૃહના નેતા ચંદ્રકાંત બાબુ કાવલેકર તથા ધારાસભ્યોએ રાજ્યપાલ મૃદુલાસિંહાને પત્ર લખી સરકાર રચવાનો દાવો કર્યો છે.
રાજ્યપાલને લખેલા પત્રમાં કોંગ્રેસે ચાપ મુદ્દા પર પોતાની માંગ મૂકી છે. પ્રથમ લખ્યું છે કે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સીસ ડીસોઝાના નિધન બાદ રાજ્યમાં મનોહર પરિકરના નેતૃત્વમાં ચાલતી સરકારે વિશ્વાસ મત ગૂમાવી દીધો છે. અમને લાગે છે કે ભાજપનું સંખ્યા બળ હજુ વધારે ઘટી શકે એમ છે.
બીજા મુદ્દામાં લખ્યું છે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને હાલ બહુમતિમાં છે અને કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે.
ત્રીજા અને મુદ્દામાં ચેતવણી આપવામાં આવી છે કે બંધારણને કોરાણે મૂકી જો સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસને સરકાર રચવા માટે આમંત્રણ આપવાના બદલે રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન ઠોકી બેસાડની કોશીશ કરશે તો તે પગલું લોકતાંત્રિક હશે અને તેને પડકારવામાં આવશે.
ચોથા અને અંતિમ મુદ્દામં લખ્યું ચે કે કોંગ્રેસ એટલા માટે સરકાર રચવાનો દાવો કરી રહી છે કે હાલની ભાજપ સરકારને ભંગ કરવામાં આવે જેથી નવી સરકારનો માર્ગ મોકળો થાય.
ગોવા વિઘાનસભાની સ્થિતિ
ગોવામાં સત્તાધારી બાજપ પાસે 14 સીટ છે. 40 ધારાસભ્ય ધરાવતી ગોવા વિધાનસભામાં હાલ 37 ધારાસભ્ય છે અને ત્રણ સીટ ખાલી છે.
સત્તાધારી ભાજપના એક ધારાસભ્યનું નિધન થતાં આંકડો 13 પર આવી ગયો છે. ભાજપને ગોવા ફોર્વર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીનો ટેકો છે. બન્ને પાર્ટીની ત્રણ-ત્રણ સીટ ચે. એનસીપી પાસે એક સીટ છે. જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય પણ ભાજપને સમર્થન કરી રહ્યા છે.