ભરૂચ એલ.સી.બી પોલીસે હાલ પેટાચૂંટણીની આ પ્રક્રિયા દરમ્યાન કરજણ બેઠકના ઉમેદવાર માટે રોકડા રૂપિયા ૨૫ લાખ લઈને જતા સુરતના બે વ્યક્તિની ધરપકડ કરી છે.
કરજણ બેઠક પર ચૂંટણી જંગ પૂર જોશમાં ચાલી રહ્યો છે. આવા સમયે કરજણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે રૂપિયા ૨૫ લાખ રોકડા લઈને જતા સુરતના બે વ્યક્તિઓ મારુતિ બ્રેઝા કાર નં. GJ-06-LE-3458માં અંકલેશ્વર ભરૂચ હાઈવે પર મૂલદ ટોલટેક્સ પાસે ઝડપાઇ ગયા હતા.
આ બંને આરોપીઓની પૂછપરછમાં આ રૂપિયા ૨૫ લાખ સુરત ના રહેવાસી જયંતીભાઈ સોહાગિયા પાસેથી મેળવી કરજણ કિરીટ સિંહ જાડેજાને પહોંચાડવામાં આવવાનું કામ સોંપ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે.
આ બાબતે રોકડા રૂપિયા ૨૫ લાખ ઉપરાંત મોબાઈલ રૂ. 12000 અને બ્રેઝા કાર કિંમત રૂપિયા પાંચ લાખ થઈ કુલ રૂ. 30,12,000નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.