ગાંધીનગર: ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે.
કોરોના સંકટ વચ્ચે મત ગણતરી પૂર્વે કેન્દ્રોની સ્વચ્છતા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, મતગણતરી પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મત ગણતરી કેન્દ્રોની સામેથી આવતા – જતા વાહનો ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.
મોરબી કેવી રીતે મત ગણતરી કરશે?
3 નવેમ્બરના રોજ મોરબી બેઠક પર 52.32 ટકા મતદાન થયું હતું. સમગ્ર મતગણતરી પ્રક્રિયા 35 રાઉન્ડમાં પૂર્ણ થશે. આશરે 100 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં સામેલ થશે.