શંકરસિંહ સાથે અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાંના મોટાભાગના ફરી ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે. આવું કેશુભાઈની સાથે ભાજપ છોડનારા પણ અનેક નેતાઓ હતા. તેમાં કેટલાંક કોંગ્રેસમાં ગયા હતા. નરેન્દ્ર મોદી સામે બળવો કરીને કોંગ્રેસમાં 14 ધારાસભ્યો એકી સાથે ગયા હતા. તેમાંના તમામ ભાજપમાં પરત ફર્યા છે.
પક્ષાંતર કરનારાની હાર
શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા, વિપુલ ચૌધરી, ભાવસિંહ રાઠોડ, નલીન ભટ્ટ, ધીરુભાઈ ગજેરા, કનુભાઇ કોઠીયા, બાલુભાઈ તંતી, બેચરદાસ ભાદાણી, રાકેશ રાવ, માધુ ઠાકોર, પરમાનંદ ખટ્ટર, અનિલ પટેલ , વલ્લભ ધારવિયા. સુંદરસિંહ ચૌહાણ જેવા અનેક નેતાઓ છે જેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા અને પાછ ફરી ભાજપમાં આવી ગયા હતા. આવા અનેક રાજકીય નેતાઓને કોંગ્રેસનું કલ્ચર માફક આવતું નથી. અથવા તેઓ સત્તા માટે વલખા મારતાં હોય છે.
22 જાન્યુ, 2019 ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રધાન બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા છે. પણ તેમને કોંગ્રેસના રાજકીય નેતાઓ લાંબો સમય ટકવા નહીં દે.
ભાજપ કલ્ચરમાં ઉછરેલા નેતાઓને કોંગ્રેસ સદતી નથી. કોંગ્રેસનું રાજકીય કલેવર અને ભાજપનું કલેવર અલગ છે.