ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રવિણ તોગડીયા મુદે અાપ્યુ નિવેદન. તેમણે કહ્યું કે પ્રવિણ તોગડીયા કોંગ્રેસ શાસનમાં સુરક્ષીત હતા અને મોદીરાજમાં ભયભીત, ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના એક પણ હોદ્દેદારોનું પ્રવિણભાઈની ખબર અંતર પુછવા નહી આવવા પાછળ કોનો ડર ?, હીંદુ નેતા કહેવાતી હિંદુવાદી સરકારમાં જ ભયભીત હોય તો ભાજપ હિંદુઓનો ઠેકો કયા મોઢે લેશે ?, કોંગ્રેસના શાસનમાં જાહેરમાં બેફિકર થઈને ફરતાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતને મોદી સરકાર આવતાં જ ઝેડ પ્લસ સુરક્ષા માંગવી પડી.
પંદરમી જાન્યુઆરી એ બીલકુલ ફિલ્મી ઢબે વિહીપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ગાયબ થઈ ગયા જે થોડાક સનસનાટી પુર્ણ કથા વાર્તા બાદ ફીલ્મ ક્લાઈમેક્સ પર પહોચે તે પહેલાં જ હોસ્પીટલના બીછાનેથી મળી આવ્યા. વિશ્વહીંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે ડરના માર્યા ગાયબ થઈ જવું પડે તે ઘટના રાજકીય અને શાસકીય ડર નો પુરાવો છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રવિણ તોગડીયા ના આ ડર માટે કોઈ આતંકી કે મુસ્લીમ કટ્ટરવાદીઓ નહી પણ કહેવાતી હીંદુવાદી ભાજપ સરકાર છે. આ પહેલાં પણ યુપીએ શાસન દરમિયાન સંઘી ગણવેશ ખાખી ચડ્ડી પહેરી સરેઆમ બેફિકર ઘુમતા મોહન ભાગવતે ઝેડ પ્લસ સુરક્ષા લઈને મોદી સરકારમાં તેઓ સુરક્ષીત નથી તેવો સંકેત આપ્યો હતો.
સંઘ – ભાજપ – વિહીપ પ્રોડક્શન ની આ કોઈ પહેલી પટકથા નથી, ધોતીયાકાંડ બાદ તુરતજ રાજસ્થાન પોલીસના સમન્સથી ગભરાઈને તોગડીયાએ જો આ તરકટ રચ્યું હોય તો તેમના સમર્થક હીંદુઓ માટે આઘાતજનક છે. જે હીંદુ યુવાનોએ તોગડીયાની તેજાબ છાંટતી જીભ અને ઉશ્કેરણીજનક ભાષણોથી પ્રભાવિત થઈ ગોળીઓ ખાધી કે કારાવાસ ભોગવ્યો એમના આત્મજનો આજે તેમના કહેવાતા હીંદુ હ્રદય સમ્રાટને એક સમન્સની બીકે નૌટંકી કરતા જોઈ કેટલા વ્યથિત હશે ?
” જીસ હીંદુ કા ખુન ના ખૌલે… ખુન નહીં વો પાની હૈ ” જેવું જબાની શૌર્ય બતાવનાર તોગડીયાનુ લોહી જ્યારે શૌર્ય બતાવવાનું હતુ ત્યારે જ લો થઈ ગયું. રાજ માટે રામનો ઉપયોગ કરનારા આ હીંદુ નેતાનો નકાબ આ ઘટનાથી ઉતરી ગયો.પ્રવિણ તોગડીયા સાથે વૈચારિક મતભેદ હોવા છતા કોંગ્રેસ એક સામાન્ય નાગરિકની હેસિયતથી આ સમગ્ર ઘટનાને જોઈ રહી છે. સવાલ માત્ર તોગડીયાનો નહી રાજ્યની કથળતી કાનુન વ્યવસ્થાનો છે.
હાલમા ઘડિયાળનો કાંટો ઊંધો ફરી રહ્યો છે. જે કોંગ્રેસ ને સંઘ અને તેના સમર્થકો હીંદુ વિરોધી ગણાવતા તેજ કોંગ્રેસ આજે દેશના એક નાગરિકની ચિંતા કરી રહી છે. કોંગ્રેસ વિહીપના એક નેતાના નહી પણ ગુજરાતના એક નાગરિક દ્વારા ઉભા કરાયેલા કાયદો વ્યવસ્થાના પ્રશ્ન અંગે ચિંતીત છે અને તમામ ગુજરાતીઓ એ પણ આ ચિંતા કરવાની જરૂર છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.