હાર્દિક પટેલ કોંગ્રેસ માટે લકી ચાર્મ સાબિત થયો તો કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવતા હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજકીય કદ આપોઆપ વધવા માંડ્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ હાર્દિક પટેલ કોંગ્રેસનો ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો છે.
હાર્દિક પટેલને કોંગ્રેસ હેલિકોપ્ટરની સુવિધા આપી છે અને હવે હાર્દિક પટેલ સાત દિવસમાં 50થી વધુ સભાઓ સંબોધીને ધમધમાટ બોલાવશે. આજે જામનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું તો હાર્દિકની હાજરીમાં રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા અને પિતા અનિરુદ્વસિંહ જાડેજાએ કોંગ્રેસની કંઠી બાંધી હતી. હાર્દિકે આ સભામાં ભાજપ અને પીએમ મોદી પર જોરદાર રાજકી હુમલો કર્યો હતો અને મોદી સરકારની આકરી ટીકા કરી હતી.
દેશભરમાંથી કોઈ યુવા નેતાને આવ પ્રકારની સ્ટાર પ્રચાર તરીકે હેલિકોપ્ટર સાથેની મળેલી સુવિધા સર્વપ્રથમ બની રહી છે. નાની વયમાં હાર્દિકે મારેલી મોટી રાજકીય છલાંગની નોંધી સમગ્ર દેશે લેવાની ફરજ પડી રહી છે. પાટીદાર સમાજ માટે હવે હાર્દિકક પટેલ એમ મોટા રાજકીય વ્યક્તિત્વ તરીકે ગણનાપાત્ર બની જવા પામ્યું છે. જાણકારો હાર્દિક પટેલને ભવિષ્યના મોટા કદના નેતા તરીકે ગણાવી રહ્યા છે.
હાર્દિક પટેલે પાટીદારોના ગામમાં કોંગ્રેસમાં જોડાવવાને લઇને થઇ રહેલી ચર્ચાને લઇને ખુલાસો કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા તેણે કહ્યું હતું કે, ભાજપે ભગવાન રામને છેતર્યા છે અને રામના નામે મત મેળવ્યા હતા. પણ હવે રામને છેતરનારાઓને મત નહિ આપવા માટે અપીલ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. લલિત વસોયાએ ભાજપ દ્વારા કોંગ્રેસી પદાધિકારીઓની ખરીદીને લઇને રૂપિયાની લાલચ અપાતી હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ ડરના માર્યા આમ ખરીદી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
હાર્દિકે કહ્યું કે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવાને લઇને જવાનોના આ કામને આવકાર્યું હતું. પણ તેની પર રાજનીતિ ન કરવાનુ કહી વડાપ્રધાન એ વાતને ભુલી ગયા હોવાનુ પણ તેણે કહ્યું હતું. તો પુલવામાની ઘટનામાં વપરાયેલા આરડીએક્સનો એવડો મોટો ઝથ્થો દેશમાં આવ્યો ક્યાંથી એ તપાસ થવી જોઇએ એમ કહી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, બાલાકોટા પર એર સ્ટ્રાઇકના હુમલાને આવકારીએ છીએ, પણ એ ઘટના માટે આરડીએક્સ આટલી મોટી માત્રામાં કેવી રીતે દેશમાં આવ્યો તે શોધતા નથી તે શોધવો જરૂરી છે.