હાર્દિક પટેેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાહુલ ગાંધીએ મંચ પરથી હાર્દિક પટેલ માટે મોટું નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ. રાહુલ ગાંધીને હાર્દિક પટેલ માટે કેટલો લગાવ છે તે આના પરથી સ્પષ્ટ થાય છે. રાહુલ ગાંધીએ ત્યાર બાદ ભાજપ અને વડાપ્રધાન મોદી પર ચાબખા વિંઝ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ અડાલજ પાસે ત્રિમંદીર નજીક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગરમી છે, દોઢ કલાક મોડો શરૂ થયો છે. હું તમારા માફી માગું છું. વર્ષો પછી ગુજરાતમાં એટલે માટે કાર્યકારીણીની બેઠક કરી છે કારણ કે કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે. બન્ને વિચારધારા ગુજરાતમાં જોવા મળશે. એક બાજુ મહાત્મા ગાંધીએ આ દેશને બનાવવા પોતાની જીંદગી પાછળ લગાવી દીધી હતી. મહાત્મા ગાંધી અને ગુજરાતે આ દેશને બનાવ્યો છે. હવે બીજી લડાઈ લડવાની છે.
તેમણે કહ્યું કે બીજી શક્તિ આ દેશને કમજોર કરવામાં લાગી છે. ઈતિહાસમાં પહેલી વખત સર્વોચ્ચ અદાતના 4 ન્યાયમૂર્તિ પત્રકારો પાસે જઈને કહે છે કે અમને આ સરકાર મુક્ત રીતે કામ કરવા દેતી નથી. લોહીયાના મોત અંગે આ જજ વાત પણ કરે છે. સર્વોચ્ચ અદાલતના જજ જનતા પાસે ન્યાય માંગવા જાય છે. આવું આ દેશમાં ક્યારેય બન્યું નથી. માત્ર સર્વોચ્ચ અદલત જ નહીં પણ તમામ સંસ્થાઓ તોડવામાં આવી રહી છે. દેશમાં ભાઈચારાના બદલે નફરત ફેલાવવમાં આવી રહી છે. એક પછી એક નવી વાત કરશે, પણ મોદી પાયાની સમસ્યાની વાત કરતાં નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશભક્તિ કરી ત્રાસવાદી મસુદ અઝહરને હિન્દુસ્તાનની જેલમાંથી છોડાવીને ભાજપાની સરકારે ખાસ વિમાનમાં પૈસા આપીને અફઘાનિસ્તાનના કંધહારમાં મુકવા ગયા હતા. એસ્કોર્ટ કરીને ભાજપના પ્રધાન પોતે અભઘાનીસ્તાન મુકવા ગયા હતા. તેણે આપણ 46 લશ્કરને મારી નાંખ્યા હતા. મસુદને કોંગ્રેસે પકડેલો હતો. ભાજપે છોડ્યો હતો. જ્યારે હવાઈ હુમલો થયો તે સમયમાં 5 એરપોર્ટ તેના મિત્રને આપી દીધા હતા. જમીન, જંગલ, જલ, વીજળી, પોર્ટ જે જોઈએ તે આપી દે છે. પણ તમને ગરીબી દૂર કરવા, મોંઘવારી ઘટાડવા કે દવાનું ઊંચું ખર્ચ ઘટાડવા માટે તેઓ કંઈ કરતાં નથી. આવું હિન્દુસ્તા અમારે નથી જોઈતું. ભલે પછી તે માટે ગમે તે કરવું પડે.