સુરતની અઠવા-મજુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનું રેપ સોન્ગ સોશિયલ મીડિયામાં ખાસ્સું વાયરલ થયું છે. આ સોન્ગમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર ગીત ગાઈને પ્રહાર કર્યા છે.
આ ગીતમાં હર્ષ સંઘવી દ્વારા ગાંધી પરિવાર પર કૌભાંડ અને પરિવારવાદને લઈ હુમલા કર્યા છે. હર્ષ સંઘવીની સાથે અન્ય એક સીંગર પણ વીડિયોમાં જોવા મળે છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ધારાસભ્ય દ્વારા આવા પ્રકારનો નુસ્ખો અપનાવવામાં આવ્યો છે.
ગીત આવી રીતે શરૂ થાય છે..
આજ મૈં બાત કરુંગા એક આવિષ્કાર કી,
એક નાદાં શહેઝાદે કી, ઔર ઉસ કે પરિવાર કી,
જીસકો પતા નહીં હૈ રાજનીતિ કા સારેગામા,
સૂન લો ઉસકે કારનામે કા યે હૈ પપ્પુનામા…
એક મિનિટના ધારાસભ્ય હર્ષ સંઘવીના રેપ સોન્ગમાં કોંગ્રેસને ગોટાળા અને અનેક પ્રકારના કૌભાંડ સહિતના સેન્ટર તરીકે દર્શવવામાં આવી છે. ગીતમાં હર્ષ સંઘવી જૂઠે વાદે, ખોખલે ઈરાદેનું સૂત્ર આપી રહ્યા છે.