બંગાળની સીએમ મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે નામાંકન દરમિયાન દસ્તાવેજો ખોટા બનાવવાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. પંચાયત ચૂંટણી માટે નોમિનેશન દરમિયાન બંગાળમાં ઘણી હિંસા થઈ હતી. આ હિંસા સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસે પણ મોરચો ખોલ્યો છે.
