ચીનના સાનિકોએ ડૉકલામ બાદ હવે અરુણાચલ પ્રદેશની સરહદ પર ઘૂસણખોરી કરી
લદ્દાખમાં ઉપરાંત હવે ચીને અરુણાચલ પ્રદેશ માં પણ ચીની સૈનિકોએ . ગત સપ્તાહે અરુણાચલ સેક્ટરમાં ભારતીય સૈનિકોની ચીનના સૈનિકો સાથે અથડામણ થયું હતું. ANI ના સૂત્રોએ આ માહિતી આપી છે. આ મુજબ પેટ્રોલિંગ દરમિયાન બંને દેશના સૈનિકો સરહદી વિવાદને લઈને સામ-સામે આવી ગયા હતા અને આ સિલસિલો થોડા કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આમાં ભારતીય સૈનિકોને કોઈ પણ પ્રકારે નુકસાન થયું નથી અને પ્રોટોકોલ મુજબ વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
પ્રતિકાત્મક તસ્વીર
મીડિયા ના અહેવાલો અનુસાર, 200 ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં LAC પર તિબેટ તરફથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેમને ભારતીય સૈનિકોએ પાછા ખદેડી મુક્યા હતા. કેટલાક ચીની સૈનિકોની અટકાયત પણ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. વધુમાં જણાવી કે લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથે અથડામણના અહેવાલો છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં અથડામણના સમાચાર ઘણા લાંબા સમય પછી આવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીને અરુણાચલમાં ફરી તેનો પગપેસારો કર્યો છે.
પ્રતિકાત્મક તસ્વીર
ચીન નો અરુણાચલ માં પગપેસારો
લગભગ 9 મહિના પહેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને ભારતીય સરહદથી સાડા ચાર કિલોમીટર દૂર અરુણાચલમાં એક ગામ વસાવ્યું છે. જેમાં 100 થી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. આ ગામ સુબનસિરી જિલ્લામાં સારી ચૂ નદીના કિનારે આવેલું છે. આ LAC ની એક્દમ નજીકનો વિસ્તાર છે.
ઓગસ્ટ મહિનામાં 100 ચીની સૈનિકો ઉત્તરાખંડમાં પણ ઘુસણખોરી કરી હતી
વિતેલા દિવસોમાં જ સમાચાર મળ્યા હતા કે 30 ઓગસ્ટના રોજ 100 ચીની સૈનિકોએ ઉત્તરાખંડના બારાહોટી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યાં 3 કલાક રોકાયા બાદ પોતાની સરહદ માં પરત ફર્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, ઘોડા પર અંદર આવેલા ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો અને પાછા ફરતા પહેલા એક પુલ પણ તોડી પાડયો હતો. વધુમાં જણાવી દઈએ કે બારાહોટી એ જ વિસ્તાર છે જ્યાં 1962ના યુદ્ધ પહેલા પણ ચીને ઘૂસણખોરી કરી હતી.
પૂર્વી લદ્દાખમાં LAC પાસે કેટલાક બાંધકામો કરવામાં આવ્યા હતા
બે સપ્તાહ પહેલા, અહેવાલ મળ્યો હતો કે ચીને પૂર્વી લદ્દાખમાં LAC નજીકના લગભગ 8 જેટલા સ્થળોએ કામચલાઉ ટેન્ટ જેવી રહેવાની વ્યવસ્થા ઉભી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી(PLA)એ ઉત્તરીય ક્ષેત્રમાં કારાકોરમના પહાડૉ નજીક વહાબ જીલ્ગાથી લઈને પિયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશિગોંગ, માંજા અને ચુરુપ સુધી કામચલાઉ શેલ્ટર ઉભા કર્યા છે. અહીં દરેક લોકેશન પર સાત ક્લસ્ટરમાં 80 થી 84 જેટલા કન્ટેનર પણ બનાવવામાં આવ્યા છે.