કોલકાતાના જાદવપુર યૂનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ગેરવર્તન થયાની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક વિદ્યાર્થી બાબુલ સુપ્રિયોની સાથે ગેરવર્તણૂંક કરતો જોવા મળી રહ્યો છે. બાબુલ સુપ્રિયો ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તસવીરમાં સાંસદ બાબુલ સુપ્રિયોના વાળ પકડતો જોવા મળી રહેલ વિદ્યાર્થી યૂનિયન સ્ટૂડન્ટ્સ ડ્રેમોક્રેટિક ફ્રન્ટનો સભ્યો છે. આ સંગઠન લેફ્ટ સમર્થિત એક વિદ્યાર્થી સંગઠન છે.
બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે મને લાતો મરાઈ છે અને મારા વાળ ખેંચી કઢાયા છે. આ ઘટના સમયે વીસી અને ગવર્નર પણ દોડીને આવ્યા હતા. જેઓએ બાબુલ સુપ્રીયોને બચાવ્યા હતા.આ ઘટના બાદ ભાજપમાં પણ રોષનો માહોલ છે.