વલસાડના લાલડુંગરીમાં આયોજિત જનઆક્રોશ સભામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતીમાં ચોકીદાર ચોર છે નારા બોલાવડાવ્યા હતા. તેમણે કહ્યું કે ફ્રાંસમાં પણ ચોકીદાર ચોર હૈ ચાલે છે, આજે ભારતના કોઈપણ ખૂણામાં બોલાય છે કે ચોકીદાર ચોર હૈ. નોટબંધી અને જીએસટીએ દેશને બરબાદ કરી નાંખ્યા છે. રાફેલમાં સરકાર ખુલાસા કરે છે પરંતુ કાર્યવાહી કરતી નથી.
રાહુલ ગાંધીની સ્પીચના મહત્વના અંશો…
નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાંખી : રાહુલ ગાંધી
ભારત માલા પ્રોજેક્ટ હેઠળ ખેડુતોને સાથે અન્યાય કર્યો, ખેડુતોની જમીન અમે પાછી અપાવીશુ, નોટબંધીના કારણ દેશની અર્થવ્યવસ્થા બગાડી નાંખી છે. ભારત માલા નહીં ભારત મારા પ્રોજેક્ટ છે : રાહુલ ગાંધી
2019માં ગુજરાતમાં પરિવર્તન આવશે
મને ગુજરાતના લોકો, ગુજરાતી ભોજન ગમે છે.
મને આ રીતે જ ગુજરાતમાં બોલાવતા રહેજો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું : ગુજરાત દેશને બતાવશે સાચી પ્રગતિ
કોંગ્રેસની સરકાર બની તો જીએસટીમાં ફેરફાર કરી એક જ ટેક્સ લાવીશું – રાહુલ ગાંધી
કોંગ્રેસ મિનિમમ ઇન્કમ ગેરેન્ટી યોજના લાવશે
ખેડૂતોને દૈનિક 17 રૂપિયા આપીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે
લોકોના મનની વાતો જાણો અને તેનો અમલ કરવાની કોંગ્રેસના આગેવાનોને સૂચના આપવામાં આવી છે
જ્યારે ગુજરાત મને બોલાવશે હું ગુજરાત માટે કામ કરવા તૈયાર