વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણી પોતાની સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવાર અને ને ટર્મ થી સાંસદ એવા કેસી પટેલ મસ્ત મજાની ઊંઘ ખેંચતા જોવા મળ્યા હતા. મુખ્મંત્રીની સ્પીચ તરફ તેમણે જરાય ધ્યાન આપ્યું ન હતું અને પોતાની બપોરની ખેંચી લીધી હતી.
કે.સી.પટેલનો ઊંઘતો વીડિયો વાયરલ થતાં વલસાડ ભાજપ ફિક્સમા મુકાઈ ગયું છે. આમ પણ વલસાડમાં કેસી પટેલ વિરુદ્ધ ભાજપ અને મતદારોમાં ભારે રોષ છે ત્યારે મુખ્યમંત્રીના ચાલુ ભાષણ દરમિયાન ઊંઘી જવાની ઘટના કેસી પટેલ માટે નવી મુશ્કેલીઓ સર્જી શકે એમ છે.
