પોતાના નજીકનાં લોકો સાથે વાતચીતમાં સરયૂ રાય હંમેશા કહે છે કે, “મારા શરીરમાં રાણા પ્રતાપનું લોહી છે, હું કોઈની પણ સામે ઝુકી કે કરગરી ના શકું.” ઝારખંડ વિધાનસભા ચૂંટણીથી પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોનાં નામ જાહેર થઇ રહ્યા હતા તો કોઈપણ લિસ્ટમાં સરયૂ રાયનું નામ જોવા મળ્યું નહીં. દરેક લિસ્ટ બાદ ચર્ચાઓ હતી કે શું બીજેપી પોતાના સૌથી દિગ્ગજ નેતાને ટિકિટ નહીં આપે? ચોથા લિસ્ટ સુધી બીજેપીએ 81માંથી 72 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી, પરંતુ સરયૂ રાયનું નામ ક્યાંય પણ આવ્યું નહીં.
ટિકિટ માટે કરગરવાની ઘસીને પાડી દીધી હતી ના
1962માં આરએસએસ સાથે જોડાયા, રઘુવર દાસનાં ગઢમાં ભારે પડ્યા
રઘુવર દાસ હારનાં કિનારે છે. સરયૂ રાય 1962માં આરએસએસ સાથે જોડાયા. 1977માં રાજનીતિમાં આવ્યા. ત્યારબાદથી લઇને એમએલસી, ધારાસભ્ય અને પછી મંત્રી બન્યા, પરંતુ આ વખતે જમશેદપુરમાં તેમણે રઘુવર દાસ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. 2014માં ગત વિધાનસભા ચૂંટણીમાં રઘુવર દાસે 70,000થી વધારે મતોથી જીત મેળવી હતી ત્યારે અહીં બીજેપીને 61.5 ટકા વોટ મળ્યા હતા.
બે પૂર્વ મુખ્યમંત્રીઓને પહોંચાડી ચુક્યા છે જેલ
રઘુવર દાસ સરકારમાં ખાદ્ય તેમજ ઉપભોક્તા મંત્રી રહી ચુકેલા સરયૂ રાય વિશે કહેવામાં આવે છે કે તેમણે બે પૂર્વ મુખ્યમંત્રીઓને જેલનો રસ્તો બતાવ્યો છે. બિહારમાં લાલૂ રાજ દરમિયાન કૌભાંડની સામે અવાજ ઉઠાવવા અને તેને ઉજાગર કરવામાં સરયૂ રાયની મોટી ભૂમિકા હતી. આ ઉપરાંત ઝારખંડનાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની સામે ભ્રષ્ટાચારનાં મામલાને ઉઠાવવામાં સરયૂ રાયનો મોટો હાથ હતો.