લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર દરમિયાન મતદારોને ખુલ્લેઆમ ધમકાવવાની ઘટના બની રહી છે અને ચૂંટણી પંચ તમાશો જોઈ રહ્યું છે ત્યારે વધુ એક ધારાસભ્ય દ્વારા મતદારોને ધમકી આપવાનો વીડિયો વાયરલ થયો છે, ફેતહપુરના ભાજપના ધારાસભ્ય મહેશ કટારા દ્વારા મતદારોને ધમકી આપતા વીડિયોમાં તેઓ મતદારોને કહે છે કે આ વખતે મોદી સાહેબે કેમેરા લગાવી દીધા છે અને ભાજપ સિવાય અન્ય કોઈને વોટ આપ્યો તો કોઈ કામ થશે નહીં.
ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર પ્રમાણે ધારાસભ્ય જાહેરસભામાં હાજર લોકોએન કહે છે કે તમારે ઈવીએમમાં કમળના નિશાન અને જશવંતસિંહ ભાભોરના ફોટો જોવા મળશે. બસ તે બટન દબાવવાનું છે. કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. કારણ કે મોદી સાહેબે કેમરે ગોઠવી દીધા છે અને બધી ખબર પડી જશે. કોણ ભાજપને વોટ આપે છે અને કોણ કોંગ્રેસને ટ આપે છે. બધું માલમ પડી જશે. આધાર કાર્ડ અને બધા જ કાર્ડ પર તમારા ફોટો છે. જો કોઈ બૂથમાં ઓછા વોટ નાંખવામાં આવશેતો તેની પણ ખબર પડી જશે કે કોણે કોને વોટ આપ્યો છે અને કોણે વોટ આપ્યો નથી. જો વોટ નહીં આપો તો કોઈ કામ થશે નહીં.
આ પહેલાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયા અને વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા વીડિયો સામે આવ્યા છે. કુંવરજીએ મહિલાઓની પીવાના પાણીની ફરીયાદ અંગે કહ્યું હતું કે શું તમે મને વોટ આપ્યો હતો. કુંવરજીએ ત્યાર બાદ સ્પષ્ટતા આપી હતી કે આ બધું અશિક્ષિત મહિલાઓએ કર્યું હતું અને રાજકારાણ પ્રેરિત હતું.