ગઈ રાત્રે કોંગ્રેસે મહેસાણામાંથી અંબાલાલ પટેલની ટીકીટ આપ્યા બાદ વધુ ચાર નામોની જાહેરાત કરી છે. ચાર નામોમાં ગાંધાનગરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સામે સીજે ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીથી ટીકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણી અમરેલીના ધારાસભ્ય પણ છે.
કોંગ્રેસે જામનગરમાંથી ફરી એક વાર મુળુભાઈ કંડોરીયા પર પસંદગી ઉતારી છે. આ ઉપરાંત સુરેન્દ્ર નગરમાંથી સોમા ગાંડા પટેલને ટીકીટ આપવામાં આવી છે.