લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોની યાદી બનાવવામાં આવી રહી છે તેવામાં ચૂંટણી પંચે પંજાબમાં ચા-સમોસાના ભાવ નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર પોતાના કાર્યકરોને એક કપ ચાનો આપે છે તો તેનો ભાવ પ્રતિ કપ આઠ રૂપિયા અને એક સમોસાનો ભાવ 10 રૂપિયા રાખવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કુલ 171 ચીજવસ્તુઓને ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવાની મંજુરી આપી દીધી છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓ અને ખાણી-પીણીના સાધનોના ભાવ નક્કી થવા જોઈએ. આ ભાવ નક્કી કરતા પહેલા તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. લોકસભામાં એક ઉમેદવારનો ચૂંટણી ખર્ચ 50થી 70 લાખ રૂપિયા છે.
જો પંજાબમાં ચૂંટણી પંચે ચા અને સમોસાના ભાવ નક્કી કર્યા છે તો ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ચા ઉપરાંત ફાફડા જલેબીના ઉમેદવારો સ્ટોલ ખોલી નાંખે છે. હવે એવું લાગે છે કે ગુજરાતમાં પણ ફાફડા, જલેબીના ભાવ ચૂંટણી પંચ બહાર પાડી શકે છે.