લોકસભા ચૂંટણી પૂર્વે ટીવી ડિબેટ અને ચૂંટણી લક્ષી રેલીઓ અને જાહેરસભાઓમાં શાબ્દીક યુદ્વ છેડાઈ ગયું છે. પરંતુ આ યુદ્વનો એક અધ્યાય સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બૂક લખનારા લેખિકા મધુ કિશ્વરએ એવું ટવિટ કરી દીધું કે જેના કારણે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સામજિક કાર્યકર્તા મધુ કિશ્વરે ટવિટ કરતા સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ થઈ ગયા હતા. ટવિટમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહેલા વાયદાઓ અંગે ટીપ્પણી કરી હતી.
મંગળવારે ટવિટર યૂઝર્સને જવાબ આપતા મધુ કિશ્વરે લખ્યું કે તે પળનો ઈન્તેજાર કરો કે જ્યારે રાહુલ ગાંધી તમામ સગીરોને વર્ષના નિશ્ચિત મહિનામાં ફ્રી-સેક્સ કરવાનો વાયદો કરશે.
મધુ કિશ્વરના ટવિટ સોશિયલ મીડિયાામાં ખાસ્સા ટ્રોલ થયા અને નેટીઝન્સે કિશ્વરને આડે હાથે લીધા હતા. કેટલાક લખ્યું કે આ મધુ કિશ્વરે લખ્યું છે માનવામાં આવતું નથી.
હકીકતમાં મધુ કિશ્વરે બાલાજી વસનને જવાબ આપતી ટવિટ કરી હતી. બાલાજી વસને લખ્યું હતું કે બીપીએલ કાર્ડ આધારિત ગરીબ પરિવારો માટે કોંગ્રેસ ખાદ્ય સુરક્ષા કાયદો લાવી અને તેમાં ઘઉં અને ચોખા મફત આપવાની યોજના હતી. જો મનરેગા અને ખાદ્ય સુરક્ષા કાયદો પર્યાપ્ત નથી તો ખોટા પણ નથી. મધુ કિશ્વરના ટવિટ પર લોકોએ લખ્યું કે આવી વાતો ફેસબૂક પર લખો અહીંયા ન લખો.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી પૂર્વે જ મોટી જાહેરાત કરી દીધી છે. રાહુલ ગાંધીએ ગરીબ લોકોને મિનિમમ ઈન્કમ ગેરંટીનો વાયદો કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારમાં આવતા કોંગ્રેસ મહિલા અનામત ખરડો તાત્કાલિક પસાર કરશે.