મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ અટકવાનુ નામ જ નથી લઇ રહ્યું આ મામલામાં પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અને MNS પ્રમુખ છે અને શહેર પ્રમુખ યોગેશ શેટેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે સંજય રાઉતે રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શાંતિ છે અને રાજ્યમાં કોઈ વિરોધ નથી થઈ રહ્યો પરંતુ રાજઠાકરે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
રાજ્યમાં કોઈ ગેરકાયદે લાઉડસ્પીકર કાર્યરત નથી. બાળ ઠાકરે અને વીર સાવરકરે જ દેશને હિંદુત્વનો ઉપદેશ આપ્યો છે. હિંદુત્વની પાઠશાળા શિવસેનાનું મૂળ છે. લાઉડસ્પીકર વિવાદ વચ્ચે આજે સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ છે. MNS વડા રાજ ઠાકરેએ સરકારને આપેલું અલ્ટીમેટમ આજે પૂરું થયું છે.
તેને ધ્યાનમાં રાખીને મુંબઈમાં તેમના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, રાજ ઠાકરેએ સરકારને ચેતવણી આપી હતી કે જો 4 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમના કાર્યકર્તાઓ અઝાન કરતાં વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી