હરિયાણા ચૂંટણીના પરિણામોથી રાજનીતિક પાર્ટીઓમાં પળે પળે ખેલ બદલાઈ રહ્યો છે. બીજેપી અહીં સૌથી વધારે સીટ જીતનાર પાર્ટી હોવા છતાં પણ બહુમતથી દૂર છે. જો કે આ વચ્ચે ખટ્ટર સરકાર માટે એક સારા સમાચાર છે. ચર્ચા છે કે, જેજેપી બીજેપીનું સમર્થન કરી શકે છે. જો આમ થશે તો હરિયાણામાં બીજેપી ફરીથી સરકાર બનાવશે.
હરિયાણા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા છે. અહીં બીજેપી 70થી વધુ સીટ જીતવાનો દાવો કરતી હતી. પણ પરિણામમાં તે 40 સીટો પર જ સમેટાતી જોવા મળી રહી છે. હરિયાણામાં બહુમતીનો આંકડો 46 છે. તેવામાં જેજેપીના સમર્થનથી બીજેપી ફરીથી સરકાર બનાવી શકે છે. તો ગત વર્ષે ચૂંટણીમાં 15 સીટો જીતનાર કોંગ્રેસે આ વખતે સારું પ્રદર્શન કરતાં 31 સીટો જીતતી જોવા મળી રહી છે.
તો આ વચ્ચે ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે ખટ્ટર સરકારને શુભકામના આપતાં ટ્વીટ કર્યું છે. અને સાથે જનતાનો આભાર માનતાં લખ્યું કે, ગત 5 વર્ષોમાં મોદીજીના કેન્દ્રીય નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની જનતાના કલ્યાણ માટે તમામ સંભવ પ્રયાસો કર્યા છે. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવીને પુનઃ સેવાનો મોકો આપવા માટે જનતાને અભિનંદન કરું છું.