BJP Candidate List: ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ સામેલ છે. જ્યારે પંજાબની ગુરદાસપુર સીટ પરથી સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ભાજપે સની દેઓલની જગ્યાએ દિનેશ સિંહ બબ્બુને ઉમેદવાર જાહેર કર્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોની 8મી યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ સામેલ છે. તેમાં ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામ છે. જ્યારે પંજાબની ગુરદાસપુર સીટ પરથી સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ભાજપે સની દેઓલની જગ્યાએ દિનેશ સિંહ બબ્બુને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય બીજેપીએ અમેરિકામાં પૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે તરનજીત સિંહ સંધુએ તાજેતરમાં જ BJPની સદસ્યતા લીધી હતી.
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને, ભાજપે શનિવારે 8મી ઉમેદવારોની યાદી બહાર પાડી. ભાજપે ઉમેદવારોની યાદીમાં ત્રણ રાજ્યોના 11 ઉમેદવારોને સ્થાન આપ્યું છે. ઓડિશાના કટકથી ભૃત્રીહરિ મહતાબ, પંજાબના ફરિદકોટથી હંસરાજ હંસ, પટિયાલાથી પરિણીત કૌર અને લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ ઉપરાંત પશ્ચિમ બંગાળના બીરભૂમથી પૂર્વ આઈપીએસ દેવાશિષ ધરને ટિકિટ આપવામાં આવી છે.