દર વર્ષે નવરાત્રિ દરમિયાન દેશના ઘણા ભાગોમાં માંસની દુકાનો બંધ રહે છે. હવે આ સંબંધમાં દક્ષિણ દિલ્હીના મેયરે નવરાત્રિ દરમિયાન માંસ પર પ્રતિબંધને લઈને આદેશ જારી કર્યો છે. આ માટે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મુકેશ સૂર્યને મ્યુનિસિપલ કમિશનર જ્ઞાનેશ ભારતીને પત્ર લખીને યોગ્ય પગલાં ભરવાની સૂચના આપી છે.
મેયરે પત્રમાં લખ્યું છે કે, ‘નવરાત્ર નિમિત્તે હિન્દુઓ તેમના દેવી-દેવતાઓની પૂજા કરે છે, પરંતુ ઘણી જગ્યાએ ખુલ્લામાં માંસ વેચાય છે. તે લાગણીઓને ઠેસ પહોંચાડે છે. નવરાત્રિ દરમિયાન, લોકો સંપૂર્ણપણે શાકાહારી હોય છે અને નોન-વેજ, આલ્કોહોલ તેમજ કેટલાક ખાસ મસાલાઓથી દૂર રહે છે. આ સમય દરમિયાન લોકો ડુંગળી અને લસણ પણ ખાતા નથી, તેથી તેઓ મંદિરોની આસપાસ માંસની દુકાનોથી અસ્વસ્થ થઈ શકે છે. હવે તેને ધ્યાનમાં રાખીને 11 એપ્રિલ સુધી માંસની દુકાનો બંધ રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
હવે સરકારના આ આદેશ પર AIMIM નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘PM મોદી મોટા ઉદ્યોગપતિઓ માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વ્યવસ્થા કરે છે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી લોકોની આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? માંસ અશુદ્ધ નથી, તે માત્ર લસણ કે ડુંગળી જેવો ખોરાક છે.