વડાપ્રધાન મોદી થાઈલેન્ડ પ્રવાસના ત્રીજા દિવસે સોમવારે રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીપીઈ) સમિટમાં સામેલ થશે. આ પહેલા વડાપ્રધાને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરશે. આરસીઈપીનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે. આ પહેલાં મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે.
આરસીઈપીમાં આસિયાનના 10 જેવાકે બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મેલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, લાઓસ અને વિયતનામ અને તેમના છ એફટીએ ભાગીદાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.
આરસીઈપીમાં હજી ઘણાં મુદ્દે અસ્પષ્ટ
વિદેશી મંત્રાલયના સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું હતું કે, ભારતીય પ્રતિનિધિ આરસીઈપી વેપાર સોદા સાથે સંબંધિત મહત્વના મુદ્દાને હલ કરવામાં જોડાયેલા છે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે તે સારા અને પારદર્શી છે. જોકે અમુક હજી એવા મહત્વના મુદ્દા છે જે સ્પષ્ટ નથી. આ મુદ્દા આપણી અર્થવ્યવસ્થા અને આપણા લોકોની આજીવીકા માટે ખૂબ જરૂરી છે.
એશિયા શિખલ સંમેલનમાં પણ ભાગ લેશે
વડાપ્રધાન 14માં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. બેઠકનો એજન્ડા પૂર્વી એશિયા સહયોગની ભવિષ્યની દિશાની સમીક્ષા કરવા અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનું રહેશે. ત્યાર પછી રાતે 10 વાગે (સ્થાનિક સમય પ્રમાણે) બેંકોકથી દિલ્હી આવવા રવાના થશે.