હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં સત્તાપક્ષ- વિપક્ષે વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો જગં છેડાયો છે મહારાષ્ટ્ર સંજ્ય રાઉતના ભાજપ પર કરેલા કથિત આરોપોને લઇ હવે ભાજપના નેતાઓ મેદાને પડી રહ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ફરી એકવાર દાવો કર્યુ છે મહારાષ્ટ્ર જુન મહિના સુધીમાં આઘાડી સરકાર પડી જશે તેઓ વાશિમ ખાતે એક જનસભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે નિવેદન આપ્યુ હતુ કે જે પ્રકારે તોફાનમાં ઝાડ પરથી પાંદડા પડી જાય છે તેવી રીતે પત્તાની માફક ઉદ્ધવઠાકરેની સરકાર પડશે.
નારાયણ રાણેઆ ટોણા મારતા કહ્યુ હતુ કે પત્તાની માફક ઉદ્ધવઠાકરેની સરકારની પડશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક નબળી ડાળ પર બેઠા છે એ પણ પોતાના પદ ગુમાવી બેઠશે આ રાજ્યમાં ત્રણ પાર્ટીઓ એક છે આ વૃક્ષ પર મુખ્યમંત્રી બેઠા છે તેઓ મૂળથી જોડાયેલા નથી.
તેમણે વધુ પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ઉદ્ધવ સરકાર રાજકારણ વધારે અને વિકાસના કામો ઓછા કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે દેશ આત્મનિર્ભર બને તે માટે 30 યોજનાઓ લાવ્યા યોજનાઓ અમલમાં છે કે નહીં તે જોવા તેઓ વાશીમ આવ્યા છે.જે અધિકારીઓ યોજનામાં બેદરાકરી દાખવી તો તેમની સામે કડક પગલાની વાત કરી છે.
નારાયણ રાણે થોડાક સમય આગાઉ વિવાદમાં રહી ચુક્યા છે જેમણે ઉદ્ધવઠાકરે વિરુદ્ઘ અપશબ્દ બોલતા એક દિવસ જેલ જવાનો પણ વારો આવ્યો હતો આ સિવાય કેન્દ્રીય મંત્રી રાણેએ સંજય રાઉત પર પણ પ્રહારો કર્યા હતા