રાષ્ટ્રપતિ દ્વારા દરેક સ્વાતંત્ર્ય દિને ‘એટ હોમ રીસેપ્શન’ રાખે છે. આ સમારોહમાં ૧૫૦૦ જેટલા મહેમાનોને આમંત્રિત કરાય છે પણ કોરોનાની અસર આ સમારોહ પર પણ પડી છે. આ વખતે આ સમારોહમાં સો કરતાં પણ ઓછા મહેમાનોને બોલાવાશે.
મોદીએ ચાર જ પ્રધાનોની યાદી મોકલાવી
આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંડળના તમામ સભ્યોને બોલાવાતા હોય છે પણ આ વખતે માત્ર ૪ પ્રધાનોને નિમંત્રણ અપાશે એવું સૂત્રોનું કહેવું છે. રાષ્ટ્રપતિ કોવિંદે દસેક પ્રધાનોને બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરીને પીએમઓ પાસે યાદી માંગી હતી પણ મોદીએ ચાર જ પ્રધાનોની યાદી મોકલાવીને પ્રધાનોના બદલે વિદેશના રાજદૂતોને વધારે પ્રમાણમાં બોલાવવાનું સૂચન કર્યું હતું કે જેથી તેમની સાથે કોરોના સહિતના મુદ્દે ચર્ચા થાય.
મોદી ઉપરાંત આ ચાર પ્રધાનો રહેશે હાજર
રાષ્ટ્રપતિએ આ સૂચનને માની લેતાં મોદી ઉપરાંત રાજનાથસિંહ, એસ. જયશંકર અને નિર્મલા સીતારામન હાજર રહેશે. નિર્મલાને પણ અચાનક જ લોટરી લાગી ગઈ છે કેમ કે મૂળ યાદીમાં અમિત શાહનું નામ હતું. શાહ કોરોનાની સારવાર લઈ રહ્યા છે તેથી હાજર રહેવાના નથી તેના કારણે નિર્મલાનો નંબર લાગી ગયો.