આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ સક્રિય જોવા મળી રહી છે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ ખેલાશે જેમાં ભાજપ કોંગ્રેસ સાથે ત્રીજો પક્ષ તરીકે ગુજરાતના રાજકરણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે દિલ્હી ભાજપ જીત બાદ હવે પૂરેપૂરો આત્માવિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ ઉતરી છે જેમાં આપ સંયોજક અરિવંદ કેજરીવાલ આવતીકાલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગ્યા અરસામાં અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે ત્યાર બાદ નવા નિયુક્તિ પદાધિકારીઓને શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથ લેવડાવશે જેમાં ગુજરાત બીજા નંબરનો સૌથી વિશાળ સંગઠન રચાવવા જઇ રહ્યો છે જેમાં 7500થી વધુ પદાધિકારીઓને શપથ લેવડાવમાં આવશે જેમાં હાલ 6000 પદાધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે ગુજરાત દિવસને દિવસે આમ આદમી પાર્ટીના લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. તેમજ ગુજરાતના જુદા -જુદા જિલ્લાઓમાં પ્રચાર પ્રસાર ભાગરૂપે આપની પરિવર્તન યાત્રા ,ગામડું બેઠક, તેમજ વીજળી આંદોલન થકી લોકોના દિલોમાં સ્થાન મેળવામાં આવી રહ્યા છે હું સી.આર. પાટીલને પણ વિનંતી કરું છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે અને મુખ્યમંત્રીએ પણ મફત વીજળી લેવાનું બંધ કરવું જોઈએ.
જો તમને મફત વીજળીથી એટલી જ તકલીફ હોય, તો તમે પોતે વીજળી ખરીદો અને તેનો ઉપયોગ કરો આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવતા કહ્યુ કે દિલ્હી અન્ય રાજ્યમાંથી વીજળી ખરીદીને પણ દિલ્હી વાસીઓને મફત વીજળી આપી શકે છે, તો બીજી તરફ દિલ્હી પોતે વીજળી ઉત્પન કરતો રાજ્ય છે તેમાં ગુજરાતના લોકોને વીજળી મફત કેમ નહી દિલ્હીમાં વીજળી મફત મળી શકે છે પંજાબમાં મળી શકે છે તો ગુજરાતમાં કેમ નહી તેવા અનેક સવાલો આમ આદમી પાર્ટી દ્રારા ઉઠાવામાં આવી રહ્યા છે.