ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ પર મોટો આરોપ મૂકયો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે વિપક્ષ ભાજપ નેતાઓ પર ‘મારક શક્તિ’નો ઉપયોગ કરી રહ્યું છે, તેના લીધે તેમનું અકાળે મોત થઇ રહ્યું છે. સાધ્વી પ્રજ્ઞા એ દાવો કર્યો કે એક સંન્યાસી એ મને કહ્યું હતું કે ભાજપના નેતાઓને નિશાન બનાવામાં આવી રહ્યાં છે.
જો કે વાત એમ છે કે રાજધાની ભોપાલના પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સોમવારના રોજ પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી અને એમપીના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. તેમાં પ્રદેશ ભાજપના બધા મોટા નેતાઓએ ભાગ લીધો અને દિવંગત નેતાઓ માટે પોત-પોતાની વાતો સામે મૂકી. આ કડીમાં જ્યારે ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વારો આવ્યો તો તેમણે ભાજપ નેતાઓના નિધન પર વિપક્ષ દ્વારા મારક શક્તિના પ્રયોગની આશંકા વ્યક્ત કરાઇ.