નવી દિલ્હી : કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને એકતા બતાવવા અપીલ કરી છે. વડાપ્રધાને લોકોને રવિવારે (5 એપ્રિલે) રાત્રે નવ વાગ્યે દીવો પ્રગટાવવા અપીલ કરી છે. હવે વડા પ્રધાનની આ અપીલ ઉપર રાજકીય પ્રતિસાદ આવવાનું શરૂ થયું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, અમે દીવા તો પ્રગટાવીશું, પરંતુ તેના જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળો.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, અમે 5 એપ્રિલે તમારી વાત સાંભળીશું અને દીપ પ્રગટાવશું. પરંતુ બદલામાં તમારે અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળવી જોઈએ. અમને આશા છે હતી કે આજે તમે ગરીબો માટે એક પેકેજની ઘોષણા કરશો, જેને નિર્મલા સીતારમણ તેમના ભાષણમાં ભૂલી ગયા હતા.
પી. ચિદમ્બરમે લખ્યું છે કે, દરેક ક્ષેત્રમાં કામ કરતા વ્યકિત, પછી ભલે તે વ્યવસાય ક્ષેત્ર હોય અથવા દૈનિક વેતન મજૂર હોય, મદદની જરૂર હોય અને આર્થિક શક્તિને ફરીથી શરૂ કરવાની જરૂર છે. સંકેતો દર્શાવવાનું મહત્વપૂર્ણ છે, પરંતુ સખત નિર્ણયો લેવાનું પણ મહત્વપૂર્ણ છે.