પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના મંત્રીઓમાં માત્ર અંદર-અંદર તાલમેળ તો નથી જ, પરંતુ કટવાહટ પણ છે. તેનો સંકેત એ સમયે મળ્યો જ્યારે દેશની માનવાધિકાર મામલાઓની મંત્રી ડૉ. શિરીન મજારી વિદેશ મંત્રાલયનાં કામકાજની રીત પર બરાબરની બરસી. તેમણે ભરી સભામાં સ્પષ્ટ કહ્યું કે, વિદેશ મંત્રાયલ બદલતા સમય પ્રમાણે પોતાને ઢાળવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રાલય દ્વારા ‘માનવાધિકાર કૂટનીતિ’ પર આયોજિત સેમિનારમાં મજારીએ અફસોસ દર્શાવ્યો. તેમણે કહ્યું કે, “કશ્મીર મુદ્દે” તેમના દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો માત્ર વિદેશ મંત્રાલય તેમના કાર્યમાં નિષ્ફળ રહ્યું છે અને તેણે આંતરરાષ્ટ્રીય મંચો પર તેનું ફોલોઅપ પણ લેવામાં આવ્યું નથી. મજારીએ કહ્યું, “આજે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સતત વધી રહેલ સમજૂતીઓ અને સંધિઓ દ્વારા ચાલી રહી છે. આ સમજૂતિઓ અને સંધિઓનો પાકિસ્તાનનો પણ હિસ્સો છે, આ નિરાશાજનક છે કે વિદેશ મંત્રાલયે આ બદલાવો સાથે ઝડપી કામ ન કર્યું અને કૂટનીતિની દુનિયામાં થતા બદલાવોમાં તેઓ અજાણ્યા રહી ગયા.”
તેમણે કહ્યું કે, આ કરારોના કારણે પાકિસ્તાનને ફાયદો પણ થયો છે, પરંતુ વિદેશ મંત્રાલય દેશો વચ્ચેના સંબંધમાં માનવાધિકાર કૂટનીતિની કેંદ્રીય ભૂમિકાને સમજવામાં નિષ્ફળ રહ્યું છે, તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલય દ્વારા માનવાધિકારોના મુદ્દે વધારે મહત્વ આપવામાં આવ્યું નથી. મજારીએ કહ્યું કે, તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓને ઘણા માનવાધિકાર મુદ્દાઓની માહિતી આપી, પરંતુ વિદેશ મંત્રાલયે ફોલોઅપ ન લીધું. તેમણે કહ્યું કે, દેશની વિદેશ નીતિના આખા ઢાંચાને આધુનિક સમયની જરૂરિયાતોના હિસાબે ફરીથી બનાવવાની જરૂર છે.