સુરતના ઈન્ડોર સ્ટેડીયમમાં ન્યૂ ઈન્ડીયા યૂથ કોન્કલેવમાં હાજરી આપતા ઉપસ્થિત પ્રોફેશનલોના સવાલના જવાબો આપ્યા હતા. વડાપ્રધાન મોદીનો સુરતમાં આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ રિવોલ્વીંગ સ્ટેજ પરથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડીયમમાં હાજર લોકોને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો એટલે જ ભ્રષ્ટાચાર સામે લડી શક્યો છું. હું કોઈ મોટા-મોટા બિલ્લા લગાડીને આવ્યો નથી. મને કોઈ ચિંતા નથી. જો મારી પાસે પણ મોટા મોટા બિલ્લા હોત તો મને ફાઈલ ખૂલવાનો ડર રહે.
તેમણે કહ્યું કે સાડા ચાર વર્ષ પહેલાં સત્તામાં આવ્યો તો કશું પણ હતું નહીં. સુરતવાળા જાણે છે કે મોદી કેવો છે અને શું કરે છે અને શું કરશે. હવે ભાજપને બહુમત મળશે નહીં અને હવે 2014માં પણ કહેવાયું હતું કે હંગ પાર્લામેન્ટ બનશે. ઘણું બધું કર્યું પણ લોકોના ગળે મોદની વાત ઉતરી ગઈ. 2013-14માં મોદી નામને લઈને ભારે વિરોધ અને પ્રચાર કર્યો. મોદી આવી ગયો અને હવે તેઓ અપમાનનો અનુભવ કરતા હશે કે નહીં. તેઓ મોદીને નીચો દેખાડવાના પ્રયાસો કરશે કે નહીં. નેગેટીવિટી ચાલુ છે.
સુરતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાનએ ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં હાજરી આપી છે. અને સંબોધન કરી લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ સભામાં રિવોલ્વિંગ સ્ટેજ પર સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમ વખત આ પ્રકારના સ્ટેજ પર સંબોધન કરી રહ્યાં છે.
સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોડું થવા બદલ સમા માગું છું. સુરતમાં આ મારો ચોથો કાર્યક્રમ છે, તમે થાક્યા તો નથી ને, કારણ કે હું થાકતો નથી.
સંબોધનમાં વડાપ્રધાનએ કહ્યું કે મને રોવા અને રોવડાવતા નથી આવડતું. સુરતની આ ભૂમિ વેપારીઓની છે. PMએ કહ્યું કે એક સમયે દેશમાં એવી માનસિક્તા હતી કે લોકોને લાગી રહ્યું છે કે કશું બદલી નહીં શકાય. અમે સૌથી પહેલા આવીને એવી માનસિક્તાને જ બદલી, હવે બધુ બદલાઇ શકે છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે સવાલ-જવાબ પણ થયા, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉની સરકારમાં 26/11ની ઘટના બની, એ સમયે મીણબતીઓ સળગાવાય, પરંતુ અમારી સરકારમાં ઉરીની ઘટના બની, અમે ઇંચનો જવાબ પથ્થરથી આપ્યો, અમે સર્જિકલ સ્ટ્રાઇકથી જવાબ આપ્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારું જીવન ખુલ્લા પુસ્તક જેવું છે, મને કોઇ ડર નથી. કાળા નાણા વિરુદ્વની લડાઈ ચાલુ છે અને ચાલુ રહેશે. જૂની અને બિમાર વિચારધારાને સંપૂર્ણ રીતે બદલી નાંખી છે. તેમણે કહ્યું કે એક સમય હતો કે મીડિયામાં કૌભાંડો હેડલાઈન બનતા હતા અને હવે જોવાનું એ છે કે કામ હેડલાઈન બની રહ્યા છે. તમારા એક વોટના કારણે ભારતનો વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે. જે લોકોનો કામ છે નેગેટીવ બોલાવાનું તેઓ નેગેટીવ બોલતા જ રહેશે.