તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના વડાપ્રધાનનો પગાર ગુજરાતના મુખ્યમંત્રીના પગાર કરતા પણ અડધો છે. ભારતના અર્થતંત્રમાં આ કેવા પ્રકારની ગડમથલો ચાલી રહી છે તે હજી પણ સમજવું મુશ્કેલ છે.
ગુગલ સાઈટ પર તમે સર્ચ કરશો તો જાણવા મળશે કે ભારતના વડાપ્રધાનની એક દિવસની સેલેરી 7384.62 છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની એક દિવસની સેલેરી 14,815.38 છે. જે વ્યકતિ આખો દેશ ચલાવે છે તેનો પગાર એક મુખ્યમંત્રીના પગાર કરતા ઓછો હોય એ વિચારવાની વાત છે.